ખેડૂતમિત્રો માટે ખુશખબર! – PM Kisan 2025
PM Kisan 2025 : PM કિસાન સન્માન નિધિ યોજના વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર, એક સંસદીય પેનલએ PM કિસાન સન્માન નિધિ યોજના (PM-Kisan) હેઠળ ખેડૂતોને આપવામાં આવતી આર્થિક સહાયની રકમ ₹6,000થી વધારીને ₹12,000 કરવાની ભલામણ કરી છે. આ ભલામણ પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કરવાના પછી કરવામાં આવી છે.
આ પણ વાચો : Ration Card E KYC : રેશનકાર્ડ ધારકોમાટે ખુશ ખબર, ઈ કેવાયસી બાકી રહેશે તો પણ અનાજ બંધ નહિ થાય
18મી લોકસભા માં આ ભલામણો કરી છે. – PM Kisan 2025
રિપોર્ટ અનુસાર, એગ્રિકલ્ચર, એનિમલ હસ્બેન્ડરી અને ફૂડ પ્રોસેસિંગ પર કોંગ્રેસ સાંસદ અને પંજાબના પૂર્વ મુખ્ય મંત્રી ચરણજીત સિંહ ચન્ની દ્વારા નેતૃત્વ કરનારા સ્ટેન્ડિંગ કમિટી એ પોતાનો પહેલો રિપોર્ટ (18મી લોકસભા) માં આ ભલામણો કરી છે.
આ ભલામણો કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયની “અનુદાન માંગણીઓ (2024-25)” પર કરવામાં આવી છે, જેને મંગળવારના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.
કમિટીએ શું ભલામણ કરી છે? – PM Kisan 2025
સમિતિએ એ પણ ભલામણ કરી છે કે, કૃષિ અને કિસાન કલ્યાણ વિભાગનું નામ બદલીને ‘કૃષિ, કિસાન અને ખેત મજૂર કલ્યાણ વિભાગ’ રાખવું જોઈએ. સમિતિએ તેની ભલામણમાં કહ્યું છે કે PM કિસાન યોજના હેઠળ આપવામાં આવતી સહાય રકમ ₹6,000 થી વધારીને ₹12,000 પ્રતિ વર્ષ કરી શકાય છે. સમિતિએ વધુમાં જણાવ્યું છે કે તેમનો માનવું છે કે ખેડૂતોને આપવામાં આવતી મોસમી પ્રોત્સાહન યોજનાઓનો લાભ બટાઈદાર કિસાન અને ખેત મજૂરોને પણ મળી શકે છે.
આ પણ વાચો : પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો આ દિવસે ખાતામાં આવશે, જાણો ક્યા ખેડૂતોને નહીં મળે રૂપિયા
MSP પર “રોડમેપ જાહેર કરવાની જરૂર”
સમિતિએ પોતાની ભલામણમાં કહ્યું છે કે તે માને છે કે કૃષિ વિભાગે ખેડૂતો માટે કાનૂની ગેરંટી તરીકે MSP અમલ માટે વહેલી તકે એક રોડમેપ જાહેર કરવો જોઈએ. સમિતિએ એ પણ જણાવ્યું છે કે વેપાર નીતિ સંબંધિત ઘોષણાઓ કરવા પહેલા ખેડૂતોના પ્રતિનિધિત્વ કરતી સંસ્થાઓ અને લોકો સાથે ચર્ચા થવી જોઈએ.
સમિતિએ કહ્યું છે કે તે માને છે કે કૃષિ ઉત્પાદનો પર બદલાતી આંતરરાષ્ટ્રીય આયાત-નિકાસ નીતિને કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. સમિતિ ભારપૂર્વક ભલામણ કરે છે કે CACP (કમીશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ્સ એન્ડ પ્રાઈસ)ની તર્જ પર કાયમી સંસ્થા/સંસ્થાની રચના કરવામાં આવે અને તેમાં કૃષિ નિષ્ણાતો તેમજ ખેડૂતોના પ્રતિનિધિઓનો સમાવેશ થાય.

અગત્યની લિંક
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
કમિટીએ શું ભલામણ કરી છે?
સમિતિએ એ પણ ભલામણ કરી છે કે, કૃષિ અને કિસાન કલ્યાણ વિભાગનું નામ બદલીને ‘કૃષિ, કિસાન અને ખેત મજૂર કલ્યાણ વિભાગ’ રાખવું જોઈએ.