ક્યાં ખેડૂતોને નહીં મળે PM કિસાન યોજનાનો હપ્તો?, જાણો સરકાર દ્વારા લેવાયો મોટો નિર્ણય!

WhatsApp Group Join Now

સરકાર દ્વારા લેવાયો મોટો નિર્ણય! – PM Kisan yojana 2025

PM Kisan 2025 : PM કિસાન યોજનાના 19મા હપ્તા માટે ફાર્મર ID બનાવવી ફરજિયાત બની છે. આ પ્રક્રિયા સાવ મફત છે અને ઓનલાઈન પૂર્ણ કરી શકાય છે. ફાર્મર ID વગર ખેડૂતોને યોજનાનો લાભ નહીં મળે. ફાર્મર ID ખેડૂતોને હપ્તા મેળવવાનું સાવ સરળ બનાવશે અને તેઓ અન્ય સરકારી યોજનાઓનો લાભ પણ ઝડપથી લઇ શકશે.

PM કિસાન યોજના દેશના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ યોજના સાબિત થઈ છે.

આ પણ વાચો : ધરતીપુત્રો માટે સરકારની જબરદસ્ત યોજના!, પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનામાં બધા ખેડૂતોને મળશે પેન્શન?

19મો હપ્તો ક્યારે આવશે? – PM Kisan yojana 2025

આ અંતર્ગત હવે વર્ષ 2025ની શરૂઆતમાં 19મા હપ્તાના 2000 રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. આ વખતે એક મહત્વપૂર્ણ ફેરફાર અંતર્ગત ખેડૂતોના જમીનના બાયોડેટાને તેમના આધાર કાર્ડ સાથે લિંક કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ માટે, ફાર્મર ID બનાવવી ફરજિયાત છે, જેનાથી ખેડૂતોને યોજનાનો લાભ મેળવવામાં ખૂબ જ સરળતા રહેશે.

ભારત સરકાર દ્વારા PM કિસાન યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોની પોર્ટલ ઉપર નોંધણી સેલ્ફ રજીસ્ટ્રેશન દ્વારા કરવામાં આવે છે. આ નોંધણી માટે તા.01, જાન્યુઆરી 2025થી અરજદાર માટે ફાર્મર રજીસ્ટ્રી હેઠળનો ફાર્મર ID ફરજિયાત કરવામાં આવ્ય છે. પોર્ટલ પર સેલ્ફ રજીસ્ટ્રેશન દ્વારા અરજી કરતી વખતે અરજદારે ફાર્મર ID-ખેડુત નોધણી ક્રમાંક ફરજિયાત દાખલ કરવાનો રહેશે.

આ પણ વાચો : ખેડૂતો માટે ખુશખબર!, PM કિસાન યોજનામાં ₹12000ની સહાયની સંસદીય સમિતિની ભલામણ!

ક્યાં ખેડૂતોને યોજનાનો લાભ મળી શકશે? – PM Kisan yojana 2025

PM કિસાન યોજના માટે પાત્રતા ધરાવતા ખેડૂતો વેબ પોર્ટલ અથવા મોબાઈલ એપ્લિકેશનથી પોતાની જાતે અથવા ગ્રામ્ય કક્ષાએ કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરી શકે છે, પરંતુ તે માટે ફાર્મર ID જરૂરી હોય છે. જે માટે ખેડુતે https://gjfr.agristack.gov.in પોર્ટલ પર જાતે અથવા ગામમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે ગામના ગ્રામસેવક અથવાતો તલાટી-કમ-મંત્રી અને તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરવાના રહેશે.

ફાર્મર ID દ્વારા, સરકારે સુનિશ્ચિત કર્યું છે કે માત્ર સાચા અને પાત્ર ખેડૂતોને જ યોજનાનો લાભ મળી શકશે. આ સાથે, આ પગલું કૃષિ યોજનાઓને પારદર્શક અને સુલભ બનાવવામાં મદદરૂપ થશે.

ફાર્મર IDના લાભો

  • દરેક હપ્તાનો લાભ મેળવવો બનશે સરળ.
  • વારંવાર ચકાસણીની જરૂરિયાત થશે દૂર.
  • કુદરતી આફતોના કારણે ખેડૂતોને પાકના નુકસાનનું તાત્કાલિક મળશે વળતર.
  • તમને કૃષિ સંબંધિત સરકારી યોજનાઓનો લાભ સમયસર મળશે.
  • પાકના લઘુત્તમ ટેકાના ભાવ માટે સ્વયંભૂ નોંધણી થશે.
PM Kisan yojana 2025

અગત્યની લિંક

હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો

ક્યાં ખેડૂતોને યોજનાનો લાભ મળી શકશે?

ફાર્મર ID દ્વારા, સરકારે સુનિશ્ચિત કર્યું છે કે માત્ર સાચા અને પાત્ર ખેડૂતોને જ યોજનાનો લાભ મળી શકશે.

“My interest is your benefit” - I am Akash, associated with Article Writing and Social Media for last 5 years. My Interest The aim is to know the false/rumour-like news circulating in social media and to provide accurate real news.

Leave a Comment