જો તમે પીએમ કિસાન યોજના અંતર્ગત 2000નો હપ્તો મેળવવા માંગો છો, તો તમારે 6 કામ ફરજીયાત કરવા પડશે. તે આગળ આર્ટિકલમાં જણાવેલ છે. 2000નો હપ્તો મેળવા આર્ટિકલ છેલ્લે સુઘી રીડ કરજો…
આ પણ વાચો : 19મો હપ્તો (19th Installment) ક્યારે આવશે? 19માં હપ્તા પહેલા આ કામ પતાવી લેજો
Table of Contents
1) ફાર્મર રજિસ્ટ્રેશન
સૌથી પહેલા તમારું નામ ફાર્મર રજિસ્ટ્રેશનમાં હોવું જરૂરી છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતનું નામ ફાર્મર રજિસ્ટ્રેશનમાં હોવું અત્યંત જરૂરી છે. આ રજિસ્ટ્રેશન દ્વારા જ સરકારને ખેડૂતોની વિગતો મળે છે અને તેમના ખાતામાં સીધા 2000 રૂપિયાનો હપ્તો જમા કરવામાં આવશે.
આ પણ વાચો : Farmer Registration PDF Download કેવી રીતે કરવી? જાણો Step By Step સરળ પ્રોસેસ
આ પણ વાચો : farmer registration status કેવી રીતે ચેક કરવું? જાણો ફકત 2 મીનીટમાં સરળ પ્રોસેસ
ફાર્મર રજિસ્ટ્રેશન કેમ જરૂરી છે?
- પાત્રતા નક્કી કરવા: આ રજિસ્ટ્રેશન દ્વારા ખેડૂતની પાત્રતા નક્કી કરવામાં આવે છે.
- ખોટા લાભાર્થીઓ અટકાવવા: આ રજિસ્ટ્રેશન દ્વારા ખોટા લાભાર્થીઓને યોજનાનો લાભ મળતો અટકાવવામાં આવે છે.
- સરળ પહોંચ: રજિસ્ટ્રેશન થયા પછી ખેડૂતોને યોજનાની તમામ માહિતી સરળતાથી મળી રહે છે.
આ પણ વાચો : Farmer registration ની છેલ્લી તારીખ કઇ છે? Farmer registry ને લઇ આવ્યુ મોટુ અપડેટ
જો તમારું નામ ફાર્મર રજિસ્ટ્રેશનમાં ન હોય તો શું કરવું?
- સરકારી કચેરીનો સંપર્ક કરો: તમારા નજીકની તાલુકા કચેરી અથવા કૃષિ વિભાગની કચેરીનો સંપર્ક કરીને તમારું નામ રજિસ્ટરમાં ઉમેરવા માટે અરજી કરો.
- ઓનલાઇન અરજી: ઘણી વખત આ કામ ઓનલાઇન પણ કરી શકાય છે. પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પર જઈને તમે અરજી કરી શકો છો.
અથવા
તમે નીચેની લીંક પર ક્લિક કરશો એટલે farmer Registration ની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવી છે.
અહિં ક્લિક કરો : farmer registration કેવી રીતે કરવુ? નવી અપડેટ પ્રમાણે Framer registry કરો, જાણો Step By Step સંપુર્ણ પ્રોસેસ
અથવા તમે નીચેનો વિડીયો જોઈ ને ખેડૂત રજિસ્ટ્રી કરી શકો છો.
2 ) PM કિસાન ઈ-કેવાયસી – 2000નો હપ્તો
યોજનાનો લાભ મેળવવા માટે ઈ-કેવાયસી કરવી ફરજિયાત છે. આ માટે તમે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓનલાઈન ઈ-કેવાયસી કરી શકો છો.
અથવા
PM Kisan Yojana EKYC કરવા માટે, નીચેની રીતો અનુસરો:
પગલું 1: PM Kisan Yojana ની વેબસાઇટ પર જાઓ
- PM Kisan Yojana Official Website: https://pmkisan.gov.in
પગલું 2: “Farmer Corner” પસંદ કરો
- વેબસાઇટ પર “Farmer Corner” વિકલ્પ પર ક્લિક કરો.
પગલું 3: “eKYC” પર ક્લિક કરો
- “Farmer Corner”માં, “eKYC” વિકલ્પ પર ક્લિક કરો.
પગલું 4: આધાર નમ્બર દાખલ કરો
- તમારા આધાર કાર્ડ નંબર દાખલ કરો અને આધાર લિંક કરેલા મોબાઈલ નંબર દાખલ કરો.
પગલું 5: OTP દાખલ કરો
- આપના લિંક કરેલા મોબાઇલ નંબર પર એક OTP (One-Time Password) આવશે.
- આ OTP ને આપ વેબસાઇટ પર દાખલ કરો.
પગલું 6: EKYC પુર્ણ કરો
- OTP એન્ટર કર્યા પછી, eKYC પ્રોસેસ પૂર્ણ થઇ જશે.
આ પણ વાચો : 19મો હપ્તો ક્યારે આવશે? જો હપ્તો બંધ થઈ જાય તો શું કરવું? અહીં જાણો સંપુર્ણ માહીતી
3) જમીનની ચકાસણી – 2000નો હપ્તો
PM Kisan Yojana માં 2000નો હપ્તો મેેેેેળવવા જમીન ચકાસણી (Land Verification) એ એક મહત્વપૂર્ણ પ્રોસેસ છે, જે યોગ્યતા ચકાસી ખેડૂતોને યોજનાની મદદ અને લાભ આપવામાં સક્ષમ બનાવે છે. આ ચકાસણી દ્વારા ખાતરી કરવામાં આવે છે કે, ખેડૂતોની જમીન યોગ્ય રીતે નોંધાઈ છે અને તેમની માહિતી યોગ્ય છે.
PM Kisan Yojana માં જમીન ચકાસણી કેવી રીતે કરવી?
- PM Kisan Yojana ની અધિકારીક વેબસાઇટ (https://pmkisan.gov.in) પર જાઓ.
- વેબસાઇટ પર “Farmer Corner” વિભાગમાં “Beneficiary Status” વિકલ્પ પસંદ કરો.
- હવે તમારે આધાર નંબર અથવા ખેડૂતનો લોગિન નંબર દાખલ કરવો પડશે.
- આથી તમારે ખેડૂતના નામ, જમીનના આકાર અને અન્ય માહિતી ચકાસી શકશો.
4) બેંક ખાતું – 2000નો હપ્તો
તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું જરૂરી છે
5) મોબાઈલ નંબર
તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ અને બેંક ખાતા સાથે લિંક હોવો જરૂરી છે.
6) સ્ટેટસ ચેક કરો
પીએમ કિસાનની સત્તાવાર વેબસાઈટ પર જઈને તમે તમારો સ્ટેટસ ચેક કરી શકો છો કે તમારું નામ લાભાર્થીઓની યાદીમાં છે કે નહીં.

અગત્યની લિંક
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |