online farmer registration : ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયત્નો હેઠળ, “ગ્રીસ્ટેક પ્રોજેક્ટ” અંતર્ગત ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી કરાવવી ફરજિયાત કરી છે. આ માટે, દરેક ખેડૂતને આધાર આઈ.ડી. જેવી “ફાર્મર આઈ.ડી.” આપવામાં આવશે. રાજ્યમાં 15 ઓક્ટોબર 2024 થી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાચો : Ration Card E KYC : રેશનકાર્ડ ધારકોમાટે ખુશ ખબર, ઈ કેવાયસી બાકી રહેશે તો પણ અનાજ બંધ નહિ થાય
ઓનલાઈન કરાવો નોંધણી – online farmer registration
પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે, 15 ડિસેમ્બર 2024 સુધી ફાર્મર રજીસ્ટ્રી કરાવવી ફરજિયાત છે. ખાસ કરીને, બોટાદ જિલ્લામાં 36,000 થી વધુ ખેડૂતોએ નોંધણી કરી લીધી છે. આ યોજના હેઠળ, 15 ડિસેમ્બર 2024 સુધી બોટાદ જિલ્લાની આ યોજના હેઠળ લાભ મેળવનારા તમામ ખેડૂતોને તેમજ અન્ય ખેડૂત ખાતેદારોને નોંધણી કરાવવી રહેશે.
આ પણ વાચો : પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો આ દિવસે ખાતામાં આવશે, જાણો ક્યા ખેડૂતોને નહીં મળે રૂપિયા
આ પણ વાચો : farmer registration કેવી રીતે કરવુ? નવી અપડેટ પ્રમાણે Framer registry કરો, જાણો Step By Step સંપુર્ણ પ્રોસેસ
ગુજરાતમાં PM કિસાન યોજનાના લાભને સુનિશ્ચિત કરવા માટે, “ફાર્મર રજીસ્ટ્રી” એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. આ નિયમ અનુસાર, દરેક ખેડૂતને નવી “ફાર્મર આઈ.ડી.” આપવામાં આવશે, જે આધાર-આધારિત હશે અને ખેડૂતની ઓળખ માટે ઉપયોગ કરવામાં આવશે.
15 ડિસેમ્બર 2024 સુધી નોંધણી
ફાર્મર રજીસ્ટ્રી કરાવવી અનિવાર્ય છે, અને તે 15 ડિસેમ્બર 2024 સુધી પૂરી થવી જોઈએ. આ નિયંત્રણ ખાસ કરીને પીએમ કિસાન યોજના માટે છે, જેના દ્વારા ખેડૂતો પોતાને નોંધણી કરીને ₹6,000 ની સહાય મેળવી શકશે.
online farmer registration માટેની પ્રક્રિયા:
- સેલ્ફ online farmer registration:
ખેડૂતો સેલ્ફ રજીસ્ટ્રેશન પણ કરી શકે છે. આ માટે, નીચેનો વિડીયો જોઇ શકો છો.
અથવા આગળ સ્ટેપ બાઇ સ્ટપ પ્રોસેસ જાણાવી છે.
- ગ્રામ પંચાયત કચેરી:
દરેક ગામની પંચાયત કચેરી પર, ખેડૂતો વિલેજ કમ્પ્યૂટર એન્ટરપ્રિન્યોર (VCE) અને કોમન સર્વિસ સેન્ટર (CSC) દ્વારા મદદ મેળવી શકે છે. આ કચેરીઓ પર, નોંધણી પ્રક્રિયા ખૂબ સરળ અને ઝડપી છે.
આ પણ વાચો : Farmer Registration PDF Download કેવી રીતે કરવી? જાણો Step By Step સરળ પ્રોસેસ
ખેડૂત નોંધણી ઓનલાઇન કેવી રીતે કરવી?
તમારા મોબાઇલ અથવા લેપટોપ/પી.સી. પર ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલો. સર્ચ બોક્સમાં “farmer registry gujarat” લખો. gjfr.agrystack.gov.in વેબસાઇટ પર ક્લિક કરો, જે એગ્રીસ્ટેક પોર્ટલ ખુલશે.
એકાઉન્ટ બનાવવું:
- પોર્ટલ ખોલ્યા પછી, “ફાર્મર” વિકલ્પ પસંદ કરો અને “Create New User Account” પર ક્લિક કરો.
- અહીં તમારા આધાર કાર્ડનો નંબર દાખલ કરો અને ડિકલેરેશન વાંચીને “Submit” બટન પર ક્લિક કરો.
આધાર ઓટોમેટિક ડેટા એન્ટ્રી:
- આધાર વેરિફિકેશન માટે OTP મોકલવામાં આવશે. OTP દાખલ કરીને “Verify” પર ક્લિક કરો.
- આધાર કાર્ડની માહિતી (જેમ કે તમારું નામ, જન્મતારીખ, સરનામું) પોર્ટલ પર ઓટોમેટિક રીતે આવી જશે.
મોબાઈલ નંબર વેરીફીકેશન:
- તમારો મોબાઈલ નંબર દાખલ કરો.
- OTP પ્રાપ્ત થઈને તેને દાખલ કરો અને “Verify” પર ક્લિક કરો.
પાસવર્ડ સેટ કરવો:
- એક સિક્યોર પાસવર્ડ પસંદ કરો (8 અંકો સાથે, જેમાં કેપિટલ લેટર, સ્મોલ લેટર અને સ્પેશિયલ કેરેક્ટર હોવા જોઈએ).
લોગિન કરવું:
- એકાઉન્ટ બનાવ્યા પછી, તમારો મોબાઈલ નંબર અને પાસવર્ડ દાખલ કરો.
- CAPTCHA કોડ દાખલ કરીને લોગિન કરો.
ખેડૂતનું પર્સનલ ડેટા ભરો:
- તમારું નામ, લિંગ, પિતા/પતિનું નામ, ઇમેલ, પાન કાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડ અને બેંક વિગતો દાખલ કરો.
- જો તમે વિકલાંગ ખેડૂતોમાં છો, તો તે માહિતી પણ આપવી પડશે.
જમીનની વિગતો ભરો:
- તમારું જિલ્લા, તાલુકો, ગામ અને સર્વે નંબર દાખલ કરો.
- “Fetch Land Details” પર ક્લિક કરીને ખાતેદારનું નામ અને અન્ય વિગતો પ્રાપ્તિ કરો.
રેશન કાર્ડ અને એપ્રુવલ:
- રેશન કાર્ડ નંબર, મેમ્બર આઈ.ડી., અને એગ્રીકલ્ચર/રેવન્યુ વિભાગ પસંદ કરો.
- ડિકલેરેશન એક્સેપ્ટ કરો અને “Save” પર ક્લિક કરો.
ઈ-સાઇન માટે OTP:
- અંતે, તમારા આધાર કાર્ડના નંબર સાથે ઓટોમેટિક OTP આપવો અને “Final Submit” પર ક્લિક કરો.
રજીસ્ટ્રેશન પૂર્ણ:
- તમારી નોંધણી સફળ થશે અને તમને એક ID નંબર મળવો છે, જે તમારે સાચવી રાખવો પડશે.
આ પણ વાચો : farmer registration status કેવી રીતે ચેક કરવું? જાણો ફકત 2 મીનીટમાં સરળ પ્રોસેસ
farmer registry gujarat last date
The last date to register for the Farmer Registry in Gujarat was November 25, 2023.
farmer registry gujarat કેવી રીતે કરવી
ગુજરાતમાં ખેડૂત નોંધણી કરવા માટે gjfr.agrystack.gov.in પોર્ટલ પર જઈને, આધાર કાર્ડ અને અન્ય જરૂરી વિગતો દાખલ કરો, ત્યારબાદ OTP સાથે વેરીફિકેશન કરીને ID નંબર મેળવો. આ રીતે, ખેડૂતોએ પોતાનું એકાઉન્ટ બનાવવું અને માહિતી દાખલ કરી નોંધણી પૂર્ણ કરી શકે છે.
અગત્યની લિંક
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |