PM સન્માન નિધિ યોજના – PM Kisan Yojana
PM Kisan Yojana : દેશના કરોડો ખેડૂતો કે જે આર્થિક રીતે નબળા છે તેવા ખેડૂતોની આવક વધારવા અને તેમનું જીવનધોરણ સુધારવા માટે ભારત સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પણ આમાંથી એક યોજના છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, ભારત સરકાર દેશના નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે ₹6,000ની આર્થિક સહાય પૂરી પાડે છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ભારત સરકાર દ્વારા વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના દ્વારા ભારત સરકાર દર વર્ષે ત્રણ સામાન હપ્તાઓ દ્વારા ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ ₹6000ની રકમ મોકલે છે.
આ પણ વાચો : PM કિસાન યોજનાનો 19મો હપ્તો બજેટ 2025 પહેલા કે પછી ક્યારે આવશે? અહીં અરજીની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણો
19મો હપ્તો ક્યારે આવી શકે? – PM Kisan Yojana
5 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં આ યોજનાનો 18મો હપ્તો બહાર પાડ્યો હતો. 18મો હપ્તો મળ્યા પછી દેશના કરોડો ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 19મા હપ્તાની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દેશના ઘણા ખેડૂતો જાણવા માંગે છે કે ભારત સરકાર આ યોજનાનો 19મો હપ્તો ક્યારે ખેડૂતોના ખાતામાં મોકલી શકે છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, ભારત સરકાર આવતા વર્ષે ફેબ્રુઆરી માસમાં દેશના કરોડો ખેડૂતોના એકાઉન્ટમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો જારી કરી શકે છે. જો કે સરકારે આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
આ પણ વાચો : ખેડૂતો માટે એક સરળ અને સસ્તું લોન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજના
આ યોજનાનો લાભ પતિ-પત્ની બંને આ લઇ શકે?
PM કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેનારા ઘણા ખેડૂતોને વારંવાર પ્રશ્ન થાય છે કે શું ખેડૂતની સાથે તેની પત્ની પણ આ યોજનાનો લાભ લઈ શકશે? આજે અમે તમને આ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ખેડૂત પતિ-પત્ની બંને એકસાથે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવી શકતા નથી. આ યોજનાનો લાભ બેમાંથી કોઈ એક સભ્યને જ મળશે જેમના નામે ખેતીની જમીન નોંધાયેલ છે.

અગત્યની લિંક
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
આ યોજનાનો લાભ પતિ-પત્ની બંને આ લઇ શકે?
ખેડૂત પતિ-પત્ની બંને એકસાથે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવી શકતા નથી. આ યોજનાનો લાભ બેમાંથી કોઈ એક સભ્યને જ મળશે જેમના નામે ખેતીની જમીન નોંધાયેલ છે.