agristack farmer registry gujarat : અત્યારે ખેડૂત રજીસ્ટ્રેશનના ફોર્મ ઓનલાઈન ભરાવા માટે ઘણીવાર વેબસાઈટ ડાઉન છે, અને 502 ગેટવે એરર જેવા મુદ્દાઓ જોવા મળી રહ્યા છે. પરંતુ આ સમસ્યાઓ ટૂંક સમયમાં ઠીક થશે, અને ફરીથી ફોર્મ ભરી શકાય છે. પરંતુ ઘણા એવા પ્રશ્નો છે જે ખેડુતોને મુજવણમાં મૂકે છે, અને તેમને યોગ્ય સોલ્યુશન મળતુ નથી. તેથી આજના આ આર્ટીકલમાં આપણે એવા 10 પ્રશ્રનો ના જવાબ મેળવીશું…
Table of Contents
આ પણ વાચો : Farmer registration ની છેલ્લી તારીખ કઇ છે? Farmer registry ને લઇ આવ્યુ મોટુ અપડેટ
મહારાષ્ટ્ર શા માટે આવી રહ્યું છે?
ઘણા ખેડૂત મિત્રો માગે છે કે મહારાષ્ટ્ર ક્યાંથી આવી રહ્યો છે. આ થવાનું કારણ છે, જ્યાં તમે રજીસ્ટ્રેશન કરો છો, તે સમયે તમે ગુજરાતની સાઇટની જગ્યાએ મહારાષ્ટ્રની સાઇટ પર ક્લિક કરી રહ્યા છો. તમને ફરીથી ગુજરાતની સાઇટ પર જવાનું છે, અને ત્યાંથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
502 ગેટવે એરર શું છે?
502 એરર સાઇટના સર્વર ડાઉન હોવાના કારણે હોય છે. જેમજેમ સાઇટ ફરીથી સ્ટાર્ટ થશે, આ સમસ્યા આપોઆપ ઠીક થઈ જશે.
એક સર્વે નંબરમાં પાંચ નામ હોય, તો શું કરવું?
જો એક સર્વે નંબરમાં પાંચ નામ હોય, તો દરેક નામ માટે અલગ અલગ ફોર્મ ભરવું પડશે. જો એક ફોર્મ ન ભરવામાં આવે, તો પછી સરકારી યોજનાનો લાભ મેળવવા માટે મુશ્કેલીઓ આવી શકે છે.
બે ગામની જમીન કેવી રીતે ઉમેરવી?
બે ગામોની જમીન એક સાથે ઉમેરી શકતા નથી. એક જ ગામની જમીન ઉમેરવી પડશે. જો બંને ગામની જમીન ઉમેરી છે, તો આગળ જતા સમયમાં સુધારો કરી શકો છો.
એક ખેડૂત કેટલીવાર ફોર્મ ભરી શકે છે?
એક ખેડૂત એક જ વખત રજીસ્ટ્રેશન કરી શકે છે. જો કોઈ ભૂલ થઈ હોય, તો સુધારો આગળના મહિને થશે.
સુધારો થઈ શકે છે કે નહીં?
હાલમાં, કોઈ પણ પ્રકારના સુધારા નહીં થઈ શકે. પરંતુ આવી શક્યતા છે કે 1-2 મહિના પછી તમે તમારું ફોર્મ સુધારી શકો.
Farmer Consent પર ક્લિક નથી થતું?
જો ફાર્મર કન્સેન્ટ પર ક્લિક ન થાય, તો તમારે ફોન વેરીફીકેશન કરવું પડશે. OTP આવે ત્યારે, તમે તેને દાખલ કરીને ક્લિક કરી શકો છો.
આધાર કાર્ડમાં પતિનું નામ છે અને સાત બારમાં પિતાનું નામ છે, તો ફોર્મ કેવી રીતે ભરો?
તમારે આધાર કાર્ડની માહિતી અનુસાર અને સાત બારની વિગત અનુસાર જ માહિતી ભરવી છે. ખોટી માહિતી ન આપો, જેથી તમારી અરજી Reject ના થાય.
મોબાઈલથી કેટલા રજીસ્ટ્રેશન કરી શકાય છે?
એક મોબાઈલથી માત્ર એક જ રજીસ્ટ્રેશન કરી શકાય છે. જો એક સર્વે નંબરમાં ઘણા નામ છે, તો અલગ-અલગ મોબાઈલથી ફોર્મ ભરવા પડશે.
આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ?
હા, આધાર કાર્ડ સાથે લિંક થયેલ મોબાઈલ નંબર હોવો જોઈએ. પરંતુ, રજીસ્ટ્રેશન માટે તમે કોઈ પણ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી શકો છો.
agristack farmer registry gujarat
agristack farmer registry gujarat
આ પણ વાચો : ખેડુતોને આગામી 2000નો હપ્તો અટકી શકે! farmer registration સાથે આ 5 કામ કરવા પડશે ફરજીયાત
આ 10 પ્રશ્નોના જવાબોથી, હવે તમે દરેક પ્રશ્નનો સચોટ સોલ્યુશન જાણી શકો છો. જો તમારી પાસે વધુ પ્રશ્નો હોય, તો કોમેન્ટમાં પૂછો. agristack farmer registry gujarat
agristack farmer registry gujarat
અગત્યની લિંક – agristack farmer registry gujarat
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |