Ration Card E KYC : રેશનકાર્ડ ધારકોમાટે ખુશ ખબર, ઈ કેવાયસી બાકી રહેશે તો પણ અનાજ બંધ નહિ થાય

WhatsApp Group Join Now

Ration Card E KYC : યોજના હેઠળ લાખો લોકો સસ્તા દરે અનાજ મળે છે. જે માટે રેશનકાર્ડ હોવું જરુરી હોય છે. ભારત સરકાર દ્વારા તમામ રેશનકાર્ડ ધારકોને ફરજીયાત E KYC કરાવવા જણાવ્યું છે. જે અંતર્ગત 31 ડિસેમ્બર 2024 સુધી ઈ કેવાયસી કરાવી લેવા સરકારે આદેશ આપ્યો હતો. ત્યારે આજે રેશનકાર્ડના ઈ કેવાયસીને લઈને રાજ્ય સરકાર દ્વારા પ્રજાજોગ મહત્ત્વની જાણકારી જાહેર કરવામાં આવી છે.

આ પણ વાચો : Bima Sakhi Yojana : 10 પાસ મહિલાઓ માટે ખાસ યોજના, જાણો યોજના સંબંધિત તમામ પ્રોસેસ?

જે લોકોએ 31 ડિસેમ્બર બાદ પણ E KYC નહિ કરાવ્યું હોય તો પણ અનાજ ચાલુ રહેશે.

Ration Card E KYC નહિ કરાવ્યું હોય તો પણ અનાજ મળશે!

રેશનકાર્ડ ધારકોની ઓળખ ચકાસવા અને નકલી રેશનકાર્ડને નાબૂદ કરવા આ કામગીરી ચલાવામાં આવી રહી છે. ત્યારે આજે રાજ્ય સરકારે જણાવ્યું છે કે, 31 ડિસેમ્બર 2024 બાદ પણ જે વ્યક્તિએ રેશનકાર્ડનું E KYC નહિ કરાવ્યું હોય તેમનું અનાજ બંધ કરવામાં નહિ આવે. તેમને મળવાપાત્ર અનાજનો જથ્થો યથાવત રહેશે, જેમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહિ.

રેશનકાર્ડ ધારકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી

આ સાથે જ રાજ્ય સરકારે જણાવ્યું છે કે, રેશનકાર્ડ થકી મળતી અન્ય યોજનાઓ અને લાભો પણ 31 ડિસેમ્બર 2024 બાદ ચાલુ રહેશે. તેથી રાજ્ય સરકાર દ્વારા e KYC માટે બાકી રહેતા તમામ રેશનકાર્ડ ધારકોને અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા તથા બિનજરૂરી ગભરાટથી દૂર રહેવા અપીલ કરાઇ છે.

આ પણ વાચો : 19મો હપ્તો (19th Installment) ક્યારે આવશે? 19માં હપ્તા પહેલા આ કામ પતાવી લેજો

Ration Card E KYC

Ration Card E KYC કરવાની પદ્ધતિ:

  1. My Ration એપ્લિકેશન ડાઉનલોડ કરો: તમારા મોબાઇલ ફોનમાં Google Play Store અથવા Apple App Store પર જઈને My Ration એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તેને ઇન્સ્ટોલ કરો.
  2. એપ્લિકેશન ખોલો અને લોગિન કરો: એપ્લિકેશન ખોલો અને તમારા રેશનકાર્ડ નંબર અને અન્ય જરૂરી માહિતી દાખલ કરીને લોગિન કરો.
  3. E-KYC વિકલ્પ પસંદ કરો: લોગિન કર્યા પછી, તમને E-KYC વિકલ્પ મળશે. આ વિકલ્પ પર ક્લિક કરો.
  4. ઓથેન્ટિકેશન: તમારી ઓળખ ચકાસવા માટે તમારે તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરવો પડશે. તમને ઓન-સ્ક્રીન સૂચનાઓ મળશે જેનું પાલન કરવાનું રહેશે.
  5. ફોટો અને ફિંગરપ્રિન્ટ: તમારો ફોટો અને ફિંગરપ્રિન્ટ સ્કેન કરવાની જરૂર પડશે. આ પ્રક્રિયા તમારા મોબાઇલ ફોનના કેમેરા અને ફિંગરપ્રિન્ટ સેન્સરનો ઉપયોગ કરીને કરવામાં આવશે.
  6. સબમિટ કરો: બધી માહિતી અને ઓથેન્ટિકેશન પૂર્ણ કર્યા પછી, સબમિટ બટન પર ક્લિક કરો.
  7. સ્ટેટસ ચેક કરો: થોડા દિવસોમાં તમારું E-KYC સ્ટેટસ ચેક કરી શકો છો.

જો તમે ખેડુત છો તો ખેડુત નોંઘણી અવશ્ય કરાવો

રેશનકાર્ડ E-KYC કેવી રીતે કરવું?

રેશનકાર્ડ E-KYC કરવા માટે તમારે તમારું આધારકાર્ડ રેશનકાર્ડ સાથે લિંક કરવું પડશે. તમે આ ઓનલાઈન, સ્થાનિક ration card office અથવા પીએમટી કેન્દ્ર દ્વારા E-KYC પૂર્ણ કરી શકો છો.

અગત્યની લિંક

હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો

“My interest is your benefit” - I am Akash, associated with Article Writing and Social Media for last 5 years. My Interest The aim is to know the false/rumour-like news circulating in social media and to provide accurate real news.

Leave a Comment