pm kisan 19th installment date : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM-KISAN) નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત પાત્ર ખેડૂતોને દર વર્ષે ત્રણ સામાન હપ્તામાં ₹6,000 આપવામાં આવે છે. આ નાણાં સીધા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. 18મો હપ્તો 5 ઑક્ટોબર 2024ના રોજ રિલીઝ થયો હતો અને હવે 19માં હપ્તાની ખેડૂતમિત્રો આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.
આ પણ વાચો : ખેડૂતો માટે એક સરળ અને સસ્તું લોન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજના
ખેડૂતોના મનમાં મોટો પ્રશ્ન એ છે કે શું 19મો હપ્તો 1 ફેબ્રુઆરી 2025ના રોજ બજેટની રજૂઆત પહેલા આવશે કે પછી?
19મો હપ્તો ક્યારે આવશે? – pm kisan 19th installment date
19મો હપ્તો ફેબ્રુઆરી 2025ના પહેલા સપ્તાહમાં રિલીઝ થવાની ધારણા છે. જો કે સરકારે હજી તેની સત્તાવાર તારીખ જાહેર કરી નથી. સામાન્ય રીતે આ રકમ 4 મહિનાના અંતરાલથી નિયમિત રીતે બહાર પાડવામાં આવે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થયા પછી 19મો હપ્તો બહાર પાડવામાં આવી શકે છે.
લાભાર્થી ખેડૂતોની સ્થિતિ કેવી રીતે તપાસી શકાય? – pm kisan 19th installment date
લાભાર્થી ખેડૂતોની સ્થિતિ કેવી રીતે તપાસી શકાય?
PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
‘લાભાર્થી સ્થિતિ’ વિકલ્પ પર ક્લિક કરો : હોમપેજ પર આપેલ આ વિકલ્પ પસંદ કરો.
માહિતી ભરો :
- આધાર નંબર
- બેંક એકાઉન્ટ નંબર અથવા
- મોબાઇલ નંબર દાખલ કરો.
સ્થિતિ તપાસો :
- માહિતી સબમિટ કર્યા પછી, તમારા હપ્તાની માહિતી સ્ક્રીન પર દેખાશે.
આ પણ વાચો : મોબાઈલ નંબર બંધ થઈ ગયો છે તો નહીં મળે PM કિસાન યોજનાના રૂપિયા!, આ વેબસાઈટ પર જઈને ફટાફટ અપડેટ કરો!
PM-KISAN માટે અરજી કેવી રીતે કરવી?
નવા ખેડૂતો ઓનલાઈન અથવા કોમન સર્વિસ સેન્ટર (CSC) દ્વારા સરળતાથી અરજી કરી શકે છે.
ઓનલાઈન રજીસ્ટ્રેશન:
- વેબસાઇટની મુલાકાત લો અને ‘નવી ખેડૂત નોંધણી’ વિકલ્પ પર ક્લિક કરો.
- આધાર નંબર, રાજ્ય, જિલ્લો, વ્યક્તિગત અને બેંક માહિતી ભરો.
- ફોર્મ સબમિટ કર્યા પછી, તેની એક નકલ સાચવો.
ચકાસણી પ્રક્રિયા:
- સ્થાનિક સત્તાવાળાઓ તમારી અરજીની ચકાસણી કરશે. જે બાદ તેને મંજૂરી આપવામાં આવશે.
મોબાઇલ નબર લિંક કરવો મહત્વપુર્ણ!
PM-KISAN પોર્ટલ પર મોબાઈલ નંબર લિંક કરવો મહત્વપૂર્ણ છે જેથી કરીને તમે હપ્તાઓ અને અન્ય અપડેટ્સ વિશે સરળતાથી માહિતી મેળવી શકો.
CSC કેન્દ્રની મુલાકાત લો અથવા ઑનલાઇન લોગિન કરો :
- PM-KISAN વેબસાઇટની મુલાકાત લો.
- ‘અપડેટ મોબાઈલ નંબર’ વિકલ્પ પસંદ કરો.
- આધાર નંબર અને નવો મોબાઈલ નંબર દાખલ કરો.
- ચકાસણી માટે વિનંતી સબમિટ કરો.
- ચકાસણી પછી તમારું નામ લાભાર્થી ખેડૂતોની યાદીમાં ઉમેરવામાં આવશે.
અગત્યની લિંક
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
મોબાઇલ નબર લિંક કરવો મહત્વપુર્ણ!
PM-KISAN પોર્ટલ પર મોબાઈલ નંબર લિંક કરવો મહત્વપૂર્ણ છે જેથી કરીને તમે હપ્તાઓ અને અન્ય અપડેટ્સ વિશે સરળતાથી માહિતી મેળવી શકો.